Delivery
Check"રાયન હૉલિડે આજના સમયના Great Thinker ગણાય છે. જીવનમાં 'કશુંક મેળવવા માટે તેમનાં પુસ્તકો તમને ઉપયોગી નીવડશે." એન્થની રોબિન્સ આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ જતી કે ખતમ થતાં જોઈએ છીએ ત્યારે તમને કદી એવો વિચાર આવ્યો છે કે આવું શા માટે થતું હશે? એવું તો શું છે કે જેને કારણે.... અનેક ટેલેન્ટેડ યુવાનોની કરિયર ખતમ થઈ જાય છે. સફળ કંપનીઓ રાતોરાત ડૂબી જાય છે. વિશાળ જાગીરો અને લખલૂટ સંપત્તિ મૂળમાં મળી જાય છે. પરિવાર નેસ્તનાબૂદ થઇ જાય છે. સંઘર્ષને શરમજનક પરિસ્થિતિમાં મૂકી દે છે. આ સૌનું એકમાત્ર કારણ છે. Ego એટલે કે અહંકાર જે તમારી બુદ્ધિ, કાર્યક્ષમતા અને ડહાપણને ખતમ કરી નાંખે છે. પરિસ્થિતિ પ્રમાણે બદલાવાની આપણી સમજદારીને અહંકાર બુઠ્ઠી કરી નાંખે છે. દરેક ધર્મ, સંસ્કૃતિ, સમાજ અને વિચારકોએ સમયે સમયે આપણી અંદરના આ કટ્ટર શત્રુ વિશે ચેતવણી આપી જ છે! આ પુસ્તકમાં રાયન હૉવિડે અહંકારનાં લક્ષણ અને જોખમ વિશે જણાવે છે અને તેને કેવી રીતે હરાવી શકાય એ પણ સરળ અને પ્રેકિટકલ ઉદાહરણો દ્વારા શીખવે છે. જે લોકો જાણેઅજાણ્યે અહંકારના શિકાર થયા છે એવાં દરેક માટે આ પુસ્તક Must Read છે. યાદ રાખો – આપણે સૌએ અહંકારનો વિનાશ કરવો જ રહ્યો તે આપણો વિનાશ કરે તેના પહેલાં...