Delivery
Checkઅમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વારંવાર તેઓ કેવી રીતે કરી શકે છે? શું તેમની પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી છે?
હા. એ જડીબુટ્ટી છે....
START WITH WHY.
WHY એટલે કે તમારા કોઇપણ કામ કરવા પાછળનો હેતુ શું છે તેનો વિચાર કરવો. આ દેખાય છે એટલું સરળ નથી. દુનિયામાં સફળ થનાર દરેક લોકો સફળ એ માટે નથી થતાં કારણ કે તેઓ કઈક કામ કરે છે, એ લોકો સફળ એટલે થાય છે કે એમને ખબર છે કે એ કામ એ લોકો શા માટે કરી રહ્યાં છે? એ જરૂરી નથી કે તમે શું કરો છો, પણ એ અનિવાર્ય છે કે એ કામ તમે કેમ કરો છો?
મહાત્મા ગાંધી હોય કે સ્ટીવ જોબ્સ, નરેન્દ્ર મોદી હોય કે ઇલોન મસ્ક કે પછી Tata હોય કે Infosys અથવા Amul હોય કે Ambani -દુનિયાના ઇતિહાસમાં પોતાના પ્રદાન દ્વારા નામ નોંધાવનારી આ બધી World Leader પ્રતિભાઓને એક જ વિચાર જોડે છે - START WITH WHY.
START WITH WHY એટલે તમારા કામની સફળતાને સાર્થકતા સાથે જોડીને મેળવી શકાતી એવી જીત જે તમને સંતોષ અને સુખ આપશે. જો તમે ખરેખર તમારી જાતને એક નવી ઊંચાઈ પર જોવા માંગતા હો તો આ પુસ્તક તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. WHYનો Power તમને એક નવી દિશા ચીંધશે અને એક અનોખું Vision આપશે તેની ગરટી છે.